યોગી ડિવાઇન સોસાયટીના પ્રણેતા પરમ પૂજય હરિપ્રસાદ સ્વામીજીની આજે સવારથી સોખડા ખાતે જ અંત્યેષ્ટિ માટેની શાસ્ત્રોક્ત વિધિઓ શરૂ કરવામાં આવશે. અંત્યેષ્ટિની આ શાસ્ત્રોક્ત વિધિઓ પાંચ પંડિતો દ્વારા કરાવવામાં આવશે. રાજકોટના નામાંકિત શાસ્ત્રી સ્વ. વજુભાઈ ત્રિવેદીના પૌત્ર કૌશિકભાઈ અનંતરાય ત્રિવેદી મુખ્ય પુરોહિત રહેશે.
અંત્યેષ્ટિ વિધિ અંગે વાત કરતાં કૌશિકભાઈ શાસ્ત્રીએ જણાવ્યું છે કે, શાસ્ત્ર કથન અનુસાર મનુષ્ય જીવનમાં સોળ સંસ્કાર કરવાના હોય છે. જેમાં અંતિમ સોળમો સંસ્કાર અંત્યેષ્ટિ છે. જે દેવઋણ, મનુષ્યઋણ અને ગુરૂઋણમાંથી મુક્તિ અપાવે છે. પરમ પૂજ્ય સ્વામીજીના અંત્યેષ્ટિ સંસ્કારની શરૂઆત તીર્થજળ અને ગુલાબ-કેસર જળથી અભિષેક સાથે શરૂ થશે. દેશભરની પવિત્ર નદીઓ તેમજ ભગવાન સ્વામિનારાયણે જે જળાશયોમાં સ્નાન કરેલું તેનાં જળથી પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજી મહારાજના દિવ્ય વિગ્રહ પર અભિષેક કરવામાં આવશે. શાસ્ત્રોક્ત મંત્રોના ગાન વચ્ચે વડીલ સંતો દ્વારા આ અભિષેક થશે.
પંચ મહાભૂત પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ ઉપરાંત હ્રદયસ્થ આત્માના પ્રતિનિધિરૂપ ષટપિંડ પૂજન થશે. ભગવાન સ્વામિનારાયણ તેમજ વિષ્ણુભગવાનના પ્રતિનિધિરૂપ શાલિગ્રામજીણી પૂજા કરવામાં આવશે. સમગ્ર વિધિ યજુર્વેદ સંહિતાના પુરુષસૂક્તમાં દર્શાવ્યા અનુસાર કરવામાં આવશે. પંડિતો દ્વારા પુરુષ સૂક્તના શ્લોકોનું સતત ગાન કરવામાં આવશે.
કૌશિકભાઈ શાસ્ત્રી ઉમેર્યું હતું કે, પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજી મહારાજ જેવા દિવ્ય સત્પુરુષોને આ પ્રકારની વિધિની આવશ્યકતા નથી હોતી. પરંતુ શિષ્ય સમુદાય ગુરૂઋણમાંથી મુક્ત થઈ શકે તે માટે આ વિધિ જરૂરી છે. લખો લોકોના હ્રદયમાં સ્થાન મેળવનાર આવા મહાપુરુષોની અંતિમવિધિ સમયે સંકલ્પ –પ્રાર્થના કરવાથી તમામ મનોરથ પૂર્ણ થાય છે અને ગુરૂની કૃપા સદૈવ વરસતી રહે તેવું શાસ્ત્ર કથન છે.