IPL 2024 સીઝનને લઇને રવિવારનો દિવસ ખુબ ખાસ રહ્યો. આ દિવસે તમામ 10 ટીમોએ પોતાના પ્લેયર્સની રિટેન અને રિલીઝ યાદી જાહેર કરી. જેમાં ચોંકાવનારો નિર્ણય સામે આવ્યો.
ટ્રાન્સફર વિંડો હેઠળ IPLના ઇતિહાસની સૌથી મોટી ટ્રેડ જોવા મળી. ગુજરાત ટાઇટન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાએ અંતે GTમાંથી અલવિદા કહ્યુ છે. હવે તેઓ પોતાની જૂની ટીમ મુંબઇ ઇન્ડિયન્સમાં જોડાયા છે.