રાજ્યના કૉંગ્રેસ પક્ષના કાર્યકારી પ્રદેશ પ્રમુખ અને પાટીદાર નેતા હાર્દિક પટેલના પિતાનું અવસાન (Hardik Patel Father Death) થયું છે. હાર્દિક પટેલે કોરોના વાયરસનો (Coronavirus) ભોગ બનેલા પિતા ગુમાવ્યા છે. હાર્દિકના પિતા ભરત પટેલ કોરોના સંક્રમિત થયા હતા અને તેમને અમદાવાદની યુ.એન. મહેતા હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. દરમિયાન આજે તેમનું સારવાર દરમિયાન દુખદ નિધન થયું હોવાના સમાચાર આવતા હાર્દિક પટેલના પરિવાર માથે દુ:ખની વેળા આવી છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સાંત્વના પાઠવી
હાર્દિક પટેલના પિતા ભરતભાઈ પટેલના દુઃખદ અવસાન અંગે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ હાર્દિક પટેલ સાથે ટેલિફોનિક વાત ચીત કરી હતી અને હાર્દિક પટેલ અને પરિવાર ને સાંત્વના પાઠવી શોક વ્યક્ત કર્યો હતો