હાર્દિક પટેલની ગુજરાત બહાર જવાની અરજી સેશન્સ કોર્ટેફગાવી છે. હાર્દિકે ત્રણ મહિના સુધી ગુજરાત બહાર જવાની માંગ સાથે અરજી કરી હતી. રાજદ્રોહ કેસમાં જામીન આપતી વખતે કોર્ટે હાર્દિક ગુજરાત બહાર ન જવાની શરતે જામીન મંજૂર કર્યા હતા. ત્યારે હાર્દિકે ફરીવાર અરજી કરતા સેશન્સ કોર્ટે અરજી ફગાવી છે.અરજી કોર્ટે ફગાવતા અવલોકન કર્યું છે કે રાજદ્રોહ કેસના આરોપીને રાજય ની બહાર જવાની પરવાનગી યોગ્ય નથી.
નોંધપાત્ર છે કે હાર્દિકે 90 દિવસ માટે રાજ્ય બહાર જવા અરજી કરી હતી. જેના વિરોધમાં સરકારે દલીલ કરી છે કે હાર્દિક સામે ગંભીર ગુનો છે. માત્ર કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હોવાથી તેમને રાજ્ય બહાર જવા દેવા મંજૂરી આપવી યોગ્ય નથી.સાથે જ હાર્દિક પટેલને રાજ્યની બહાર નહિ જવાની શરતે કોર્ટે જામીન મુક્ત કર્યો હતો.