ગુજરાત કોંગ્રેસના યુવા નેતા હાર્દિક પટેલની ટંકારા (મોરબી) કોર્ટમાંથી 3 વર્ષ જુના કેસમાં રામોલ પોલીસ અને બોપલ પોલીસે ધરપકડ કરી છે. છેલ્લા કેટલા દિવસથી પોલીસથી ભાગતો ફરતો હાર્દિક પટેલની આજ રોજ પોલીસે ધરપકડ કરી હતી.
કયા કેસમાં ક્યારે ધરપકડ
આ પહેલા 18 જાન્યુઆરીની રાત્રે રાજદ્રોહ કેસમાં કોર્ટમાં ગેરહાજર રહી કાનૂની કાર્યવાહીને જાણી જોઇને વિલંબમાં નાખી મુદતમાં હાજર ન રહેતા હાર્દિક પટેલ સામે એડિ.સેશન્સ જજ બી.જે.ગણાત્રાએ ધરપકડ વોરંટ કાઢ્યું હતું. ત્યાર બાદ તેની વિરમગામ પાસેથી ધરપકડ કરવામાં આવી હતી.
ત્યાર બાદ રાજદ્રોહના કેસમાં શરતી જામીન મળતા જ હાર્દિક જેલ બહાર આવ્યો હતો. પરંતુ જેલ બહાર આવતા માણસા પોલીસે જાહેરનામાનો ભંગ કરી સભા સંબોધવા બદલ હાર્દિક પટેલની ધરપકડ કરી હતી. માણસા કોર્ટમાંથી જામીન મળતા જ હાર્દિક પટેલની સિદ્ધપુર પોલીસે વર્ષ 2017માં ચૂંટણીમાં મંજૂરી વિના સભા કરતા તેની ધરપકડ કરી હતી. ત્યાર બાદ તેને જામીન પર છોડવામાં આવ્યો હતો.
સિદ્ધપુર કેસમાં જામીન પર છૂટ્યા બાદ હાર્દિક પટેલ સામે વર્ષ 2015માં જી.એમ.ડી.સી. ગ્રાઉન્ડ પર નોંધાયેલા રાયોટિંગ કેસમાં તેની આગોતરા જામીન અરજી સેશન્સ કોર્ટના એડિશનલ સેશન્સ જજ પી.એમ. ઉનડકટે નામંજૂર કરી હતી. જેને પગલે હાર્દિક હાલ ભૂગર્ભમાં ઉતરી ગયો હતો.