ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (BCCI) દ્વારા રચાયેલ લોકપાલ સમિતિએ હાર્દિક પંડ્યા અને કે.એલ રાહુલ પર એક ટીવી શોમાં મહિલા વિરુદ્ધ આપત્તિજનક ટિપ્પણી કરવા બદલ 20-20 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. BCCI લોકપાલ મુજબ, આ બંને ખેલાડીઓ એક-એક લાખ રૂપિયા 10 શહીદ પેરા મિલિટ્રી ફોર્સના કોન્સ્ટેબલની ફેમિલીને આપશે. જ્યારે બાકીના 10 લાખ રૂપિયા બ્લાઇંડ ક્રિકેટ માટે આપશે. જણાવી દઈએ કે, આ રકમ 4 સપ્તાહમાં જમા કરાવવી પડશે.
નોંધનીય છે કે, પંડ્યા અને રાહુલે બોલિવૂડ ફિલ્મ નિર્માતા કરન જોહરના શો 'કોફી વિથ કરન'માં મહિલાઓને લઇને આપત્તિજનક ટિપ્પણી કરી હતી. જે બાદ તેમના પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. બંને ખેલાડી 5 વનડે મેચ નહોતા રમ્યા અને ઓસ્ટ્રેલિયાના પ્રવાસ દરમિયાન આ બંને ખેલાડીઓને પરત ભારત મોકલવામાં આવ્યા હતા. આ બાદ હાર્દિક અને રાહુલે આ સમગ્ર મામલે માફી માગી હતી.