હાલ ગુજરાતની આઠ વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણી માટે પ્રચારનો ધમધમાટ ચાલી રહ્યો છે. આજે મોરબી બેઠક (Morbi Seat) પર કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાની (Smriti Irani)એ પ્રચાર કર્યો હતો. આ દરમિયાન તેમણે કૉંગ્રેસના યુવા નેતા હાર્દિક પટેલ પર નિશાન સાધ્યું હતું. સ્મૃતિએ ચૂંટણી સભાની સંબોધતા હાર્દિક પટેલને કૉંગ્રેસના નોકરિયાત ગણાવ્યા હતા. ઉલ્લેખનીય છે કે મોરબી બેઠક પર ભાજપે બ્રિજેશ મેરજાને ટિકિટ આપી છે. બ્રિજેશ મેરજા કૉંગ્રેસમાંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાયા છે. અહીં એ પણ નોંધવું રહ્યું કે સભા દરમિયાન બીજેપીના અનેક કાર્યકરોના ખિસ્સા પણ કપાયા હતા.