ભારતીય ટીમના ક્રિકેટર હાર્દિક પંડ્યા અને બોલિવૂડની અભિનેત્રી નતાશા સ્ટેનકોવિક વચ્ચે છૂટાછેડા થઈ ગયા છે. આ અંગે બંનેએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને જાહેરાત કરી છે અને નેગેટિવિટીથી બચવા માટે કોમેન્ટ સેક્શન પણ બંધ કરી દીધું છે. બંને વચ્ચે છેલ્લા ઘણા દિવસોથી અણબનાવ ચાલી રહ્યો હોવાના અહેવાલો સામે આવ્યા હતા. તાજેતરમાં જ નતાશા તેના પરિવારના ઘરે જતી રહી હતી. આ ઉપરાંત અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટના લગ્નમાં પણ હાર્દિક એકલો મસ્તી કરતા જોવા મળ્યો હતો.
હાર્દિકે પુત્રની દેખભાળ અંગે લખ્યું છે કે, ‘અમે અમારા જીવનમાં પુત્ર અગસ્ત્યને મેળવીને ભાગ્યશાળી છીએ. અમારો પુત્ર અમારી જિંદગીનો હંમેશા આધાર રહેશે. અમે બંને તેની દેખભાળ કરીશું. પુત્રને દુનિયાની બધી જ ખુશીઓ મળે તેની ખાતરી કરવા અમે પૂરો પ્રયાસ કરીશું અને તેની ખુશી માટે અમે જે કંઈ કરી શકીએ તે કરીશું. અમે આશા રાખીએ છીએ કે, આ મુશ્કેલ સમયમાં તમારો સપોર્ટ મળશે અને અમારી પ્રાઈવસી સમજશો.’