રાજ્યમાં પદ્માવત ફિલ્મના વિરોધમાં હવે રાજપુત સંગઠનો સાથે પાટીદાર નેતા હાર્દિક પટેલ અને ઓબીસી નેતા અલ્પેશ ઠાકોરે પણ ઝંપલાવ્યું છે. હાર્દિક પટેલે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખીને ફિલ્મ પદ્માવતનો વિરોધ કર્યો છે. તો અલ્પેશ ઠાકોરે પણ ફિલ્મ રીલિઝને મુદ્દે સરકાર આકરા પ્રહાર કર્યા છે. સરકારે ફિલ્મ રીલિઝ મુદ્દે સ્પષ્ટ નથી ત્યાં પોલીસે ફિલ્મ દર્શાવનારા થિયેટરોને સુરક્ષા આપી દીધી છે.