22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે. આ કાર્યક્રમની તાડામાર તૈયારીઓ પણ ચાલી રહી છે. દેશવાસીઓમાં આ દિવસને લઈને અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમ માટે ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોની, સચિન તેંડુલકર, વિરાટ કોહલી, રવિચંદ્રન અશ્વિન સહિત અનેક ભારતીય ક્રિકેટર્સને આમંત્રણ મળ્યું છે.