ભારતીય ક્રિકેટર હરભજનસિંહ બીજી વખત પિતા બન્યો છે. હરભજનની પત્ની ગીતા બસરાએ દીકરાને જન્મ આપ્યો છે. હરભજનસિંહે ઇન્સ્ટાગ્રામ પર શનિવારે પોતાના પ્રશંસકોને આ સમાચાર આપ્યા હતા. ભજ્જીએ લખ્યું કે, તેની પત્ની અને દીકરો બંને સ્વસ્થ છે. માર્ચમાં જ આ યુગલે જણાવ્યું હતું કે, જુલાઈમાં તેમના ઘરે નાનો મહેમાન આવવાનો છે. ભારતીય ક્રિકેટ ટીમના સલામી બેટ્સમેન શિખર ધવન સહિત ક્રિકેટરોએ હરભજનને બીજી વખત પિતા બનવા પર અભિનંદન પાઠવ્યા છે.