દેવભુમિ દ્વારકાના એક ગામમાં તાંત્રિકે 13 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાઇ છે. બાળકીના પરિવારજનોએ સમગ્ર હકીકત પોલીસને જણાવી હતી, પોલીસે પોસ્કો એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે કલ્યાણપુર તાલુકાના ભાટવડિયા ગામે ભરત સોનાગરા નામના તાંત્રિકે પોતાને મામાદેવનાં ભુવા ગણાવી પરિવારને અંધારામાં રાખ્યો હતો અને 13 વર્ષની તરૂણી પર દુષ્કર્મ ગુજાર્યું હતું. ત્યારબાદ બાળકીએ સમગ્ર હકીકત પોતાની માતાને જણાવતા તેની માતા પણ ચોંકી ઉઠી હતી. જોકે, તેણીએ તરત જ પોલીસ સ્ટેશન જઇ તાંત્રિક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
બાળકીની માતાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું કે, ધાર્મિક વિધિ કરવાના બહાને તાંત્રિકે 13 વર્ષની માસૂમ બાળકીને પોતાની હવસનો શિકાર બનાવી છે. હાલ કલ્યાણપુર પોલીસે પોસ્કો એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.