પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વાના અકોરા ખટ્ટકમાં દારુલ ઉલૂમ હક્કાનીયા મદરેસામાં આજે શુક્રવારની નમાજ દરમિયાન એક શક્તિશાળી આત્મઘાતી બોમ્બ વિસ્ફોટ થયો હતો. જેમાં છ લોકોના મોત નીપજ્યા હતા. જ્યારે 20 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આ વિસ્ફોટમાં જમિયત ઉલેમા-એ-ઇસ્લામ-સામી (JUI-S)ના વડા મૌલાના હામિદ-ઉલ-હક હક્કાનીનું મોત થયું હતું. જેમણે સ્વર્ગસ્થ મૌલાના સમી-ઉલ-હકના પુત્ર હતા. મૌલાના સમી-ઉલ-હકને તાલિબાનના પિતા તરીકે પણ ઓળખવામાં આવે છે. પ્રાંતીય સરકારે એક સત્તાવાર નિવેદનમાં હુમલાની પુષ્ટિ કરી છે.