આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 72મો જન્મદિવસ છે, ત્યારે તેમને દેશ વિદેશમાંથી શુભેચ્છા સંદેશ મળી રહ્યા છે. ત્યારે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ (Harsh sanghvi) ટ્વિટ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જન્મદિવસની વિશેષ શુભેચ્છા પાઠવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાનને જન્મદિવસની શુભેચ્છા પાઠવતા શુભેચ્છા સંદેશ ટ્વિટ કર્યો હતો. તેમણે લખ્યું હતું કે ભારતના જનપ્રિય જનનાયક, વિકાસપુરુષ, વૈશ્વિક ફલક પર મા ભારતીને પરમ વૈભવના શિખરો સર કરાવનાર, દેશનું ગૌરવ અને ગુજરાતના સપૂત માન. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીને જન્મદિવસની અંત:કરણથી શુભકામનાઓ. ઈશ્વર સમક્ષ આપના ઉત્તમ સ્વાસ્થ્ય અને દીર્ઘાયુની કામના કરું છું.