બોલીવૂડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચન આજે ઉજવી રહ્યા છે એમનો ૭૬મો જન્મદિવસ. 11 ઓક્ટોબર, 1942માં અલાહાબાદમાં જન્મેલા અમિતાભ બચ્ચન બોલીવૂડના સદાબહાર સુપરસ્ટાર છે, જીવંત દંતકથા સમાન અભિનેતા, લાખો લોકોના એ પ્રેરણાસ્રોત છે. ઘણાય યુવાઓના જીવનમાં અમિતાભનો પ્રભાવ રહ્યો છે. અમિતાભને હિન્દી ફિલ્મ જગતમાં શિખર પર પહોંચવા માટે ઘણો પરિશ્રમ કરવો પડ્યો છે. તેઓ કામમાં સતત ડૂબેલા રહ્યા છે અને આજે 70ના દાયકામાં પણ કાર્યમાં પોતાને સતત પરોવાયેલા રાખે છે. કામને તેઓ પૂજા માનતા આવ્યા છે. ઘણા લોકોને અમિતાભની એક્ટિંગે પ્રભાવિત કર્યા તો ઘણાયને એમના ડાયલોગ્સે. ઘણા એવા લોકો પણ છે જેમને અમિતાભની કામ કરવાની ક્ષમતા અને એમની ઊર્જા-લગને પ્રભાવિત કર્યા છે. ફિલ્મી કારકિર્દીમાં અમિતાભે 40 વર્ષ પૂરા કર્યા છે અને આ વર્ષો દરમિયાન એમણે દર્શકોને અસંખ્ય બ્લોકબસ્ટર ફિલ્મો આપી છે. ‘ઝંજીર’ ફિલ્મથી એમની સફળતાની યાત્રાનો મુખ્ય આરંભ થયો હતો.