દિલીપભાઈ વાઘેલા ઉર્ફે દિલાવરભાઈના બંને હાથ કાંડામાંથી કપાયેલા છે. ત્રણ દિવસ અગાઉ તેમને હૃદયનો હુમલો આવતા તાત્કાલીક અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત SVP હોસ્પિટલમાં દાખલ કરાયા હતાં. 65 વર્ષીય દિલીપભાઈ પાસે BPL કાર્ડ છે, તેમના પરિવારનું 'મા' કાર્ડ પણ છે. હાથના કાંડા નહીં હોવાના કારણે દિલીપભાઈનો મા કાર્ડમાં સમાવેશ થઈ શક્યો નથી કારણ કે તેઓ ફિંગર પ્રિન્ટ આપી શકતા નથી. આ કારણે હવે કોર્પોરેશનની હોસ્પિટલમાં તેમની સારવાર અટકીને પડી છે. દિલીપભાઈના પરિવારે મા કાર્ડના સત્તાવાળાઓને માનવતાના ધોરણે ઘટતું કરવા વારંવાર રજૂઆત કરી છે પરંતુ હજુ સુધી કોઈ પ્રતિક્રિયા જોવા મળી નથી, હવે જોવું રહ્યું કે આ અંગે શું પગલા ભરવામાં આવે છે.