કોરોના મહામારીના સંકટકાળમાં જે વસ્તુનો ઉપયોગ આપણે બધા લોકો સૌથી વધારે કરીએ છીએ તે છે હેન્ડ સેનેટાઈઝર. દરેક ઓફિસ, ઘર, દુકાન, મોલ અને સાર્વજનિક સ્થળો પર લોકો હેન્ડ સેનેટાઇઝરનો ઉપયોગ કરતા જોવા મળે છે. પરંતુ હવે તેની સાથે જોડાયેલ એક સમાચાર સામે આવ્યા છે જે તમારે જાણવા જરૂરી છે.
આલ્કોહોલ આધારિત હેન્ડ સેનેટાઇઝર પર 18 ટકા GST લાગશે. સરકારે આલ્કોહોલ આધારિત હેન્ડ સેનેટાઈઝરને GST સ્લેબમાં એવી વસ્તુની યાદીમાં રાખ્યું છે જેના પર 18 ટકા GST લાગે છે. ઓથોરિટી ઓફ એડવાન્સ રૂલિંગ (AAR)એ કહ્યું કે, તમામ પ્રકારના આલ્કોહોલ બેસ્ડ હેન્ડ સેનેટાઇઝર્સ પર 18 ટકા GST લાગશે.
સરકારે કરી સ્પષ્ટતા
હેન્ડ સેનેટાઈઝર પર 18 ટકા GST લગાવવા પર સરકારે સ્પષ્ટતા કરી છે કે, સેનેટાઈઝર્સ પણ સાબુ, એન્ટી બેક્ટિરિયલ લિક્વિડ્સ, ડેટોલ અને અન્યની જેમ જ કીટાણુનાશક છે જેના પર 18 ટકા GST લાગે છે. આ મામલે નાણા મંત્રાલયે પોતાના એક નિવેદનમાં કહ્યું છે કે, જુદા જુદા કેમિકલ્સ, પેકિંગ મટિરિયલ્સ અને ઇનપુટ સેવાઓ, જેનો ઉપયોગ સેનેટાઈઝર્સ બનાવવા માટે કરવામાં આવે છે તેના પર 18 ટકાના દરે GST લાગે છે. આગળ સરકારે એ પણ કહ્યું કે, સેનેટાઈઝર્સ અને તેના જેવી અન્ય વસ્તુઓ પર GST રેટ ઘટાડવાથી રેટ વ્યવસ્થમાં મુશ્કેલી ઉભી થશે અને ઘરઆંગણના ઉત્પાદકોને લાભ નહીં થાય.