અરબી સમુદ્ર બાદ હવે બંગાળની ખાડી પાસે લો પ્રેશર સર્જાયું છે જેના કારણે ત્યાં ચક્રવાતીની સ્થિતિ સર્જાઈ છે. અરબી સમુદ્રમાં બનેલું ચક્રવાત 'તેજ' આરબ દેશો તરફ આગળ વધ્યું છે પરંતુ બંગાળની ખાડીમાં આવેલા વાવાઝોડા 'હામૂન' અંગે હવામાન વિભાગે મોટું અપડેટ આપ્યું છે. IMD એ બંગાળની ખાડી પાસે સર્જાયેલ ચક્રવાત 'હામૂન'ના કારણે રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગનું કહેવું છે કે બંગાળની ખાડીમાં બનેલું ચક્રવાત 'હામૂન' ઉત્તર-ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધશે. વર્તમાન આગાહી અનુસાર, આ ચક્રવાત બાંગ્લાદેશના ખેપુપારા અને ચટગાંવના દરિયાકાંઠે ટકરાશે. તે 25મી ઓક્ટોબરે બપોરે દરિયાકાંઠે પહોંચી શકે છે.