ચાર રાજ્યોમાં ચાર વિધાનસભા સીટ પર થયેલી પેટા ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે. 23 સપ્ટેમ્બરે ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, કેરળ અને ત્રિપુરા સીટ પર પેટા ચૂંટણી થઈ હતી. હમીરપુર સીટથી હાલ ભાજપના યુવરાજ સિંહ અને દંતેવાડાથી કોંગ્રેસના દેવતી કર્મા આગળ ચાલી રહ્યા છે.
હમીરપુર: હમીરપુર સીટ પર ભાજપના યુવરાજ સિંહ અને સપાના મનોજ પ્રજાપતિ વચ્ચે ટક્કર છે. કોંગ્રેસે અહીં દિપક નિષાદ અને બસપાના નૈશાદ અલીને મેદાનમાં ઉતાર્યા હતા. હમીરપુર સીટથી ભાજપ ધારાસભ્ય અશોક કુમાર સિંહ ચંદેલને હત્યાના મામલે કોર્ટ દ્વારા સજા સંભળાવ્યા પછી આ સીટ ખાલી થઈ હતી.
દંતેવાડા: 23 સપ્ટેમ્બરે થયેલી પેટા ચૂંટણીમાં અહીં 60.21 ટકા મતદાન થયું હતું. પેટા ચૂંટણીમાં કુલ 9 ઉમેદવાર મેદાનમાં હતા પરંતુ સીધી ટક્કર ભાજપના ઉમેદવાર ઓજસ્વી મંડાવી અને કોંગ્રેસના ઉમેદવાર દેવતી કર્મા વચ્ચે હતી.
પાલા: કેરલની પાલા વિધાનસભા સીટ પર 71.48 ટકા મતદાન થયું હતું. પૂર્વ નાણામંત્રી અને કેરળ કોંગ્રેસ (એમ)ના નેતા કે.એમ. મણિના નિધનના કારણે અહીં પેટા ચૂંટણી કરવામાં આવી હતી.
બાધરઘાટ: ત્રિપુરાની બાધરઘાટ સીટ ભાજપના ધારાસભ્ય દિલીપ સરકારના નિધનના કારણે ખાલી થઈ હતી. આ સીટ પર કુલ 79 ટકા વોટ પડ્યા હતા.