કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ 23 જુલાઈએ મોદી સરકાર 3.0નું પ્રથમ બજેટ રજૂ કરશે. જોકે, બજેટ રજૂ કરતા પહેલા મંગળવારે નાણા મંત્રાલયના નોર્થ બ્લોકમાં હલવા સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નાણાંમંત્રી કઢાઈમાંથી હલવો પીરસ્યો હતો. જેનો વીડિયો પણ સામે આવ્યો છે.