Godhara Riot case : પ્રોસિક્યુશન અનુસાર, 17 માર્ચ, 2002ના રોજ ટોળા દ્વારા હત્યા કરવામાં આવી હતી, પુરાવાનો નાશ કરવા માટે તેમના મૃતદેહને સળગાવી દેવામાં આવ્યા હતા. ટ્રાયલ દરમિયાન 84 જેટલા સાક્ષીઓની તપાસ કરવામાં આવી હતી. 2002માં લઘુમતી સમુદાયના 17 લોકોની હત્યાના 22 અન્ડરટ્રાયલ આરોપીઓને હાલોલની એડિશનલ સેશન્સ કોર્ટે પુરાવાના અભાવે નિર્દોષ જાહેર કર્યા હતા.