વિદેશમાં ગેરકાયદેસર વસ્તુ ભારતમાં આવતી હોય તેના પર ડીઆરઆઈ ખાસ નજર રાખતી હોય છે અને આવી ગુનાહિત પ્રવૃત્તિઓ કરતા લોકોને ઝડપી પાડે છે. ડીઆરઆઈએ અમદાવાદ એરપોર્ટ પરથી અત્યાર સુધીમાં 93 કિલો સોનું જપ્ત કરવામાં આવ્યું છે, જે ગેરકાયદેસર દેશમાં લાવવામાં આવી રહ્યું હતું. ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (ડીઆરઆઈ)એ સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર દાણચોરીના ચતુરાઈભર્યા પ્રયાસનો પર્દાફાશ કર્યો હતો.