લાંબા સમયથી જેની રાહ જોવાઈ રહી હતી તે પહેલું સ્વદેશી યુદ્ધ વિમાન એલ.એ.સી. તેજસ માર્ક-૧ આ માસના અંત સુધીમાં ભારતીય વાયુસેનાને મળવાનું છે. તે વિમાનો ૩૧ માર્ચ સુધીમાં વાયુસેનાને મળી જાય તે માટે હિન્દુસ્તાન એરોનાટિક્સ લિમિટેડ (એચ.એ.એલ.) પૂરી મહેનત કરી રહ્યું છે. આ લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ (એલ.એ.સી.) તેજસ-માર્ક-૧ તેનાં તમામ ઇન્ટીગ્રેશન (સંયોજનો) સાથે વાયુ સેનાને મળવાનાં છે.
વાસ્તવમાં સંરક્ષણ મંત્રાલયે એચ.એ.એલ સાથે ફેબ્રુઆરી ૨૦૨૧માં આ માટે રૂ. ૪૮ હજાર કરોડનો સોદો કર્યો હતો. તે પ્રમાણે એચ.એ.એલ. ૮૩ તેજસ માર્ક-૧ યુદ્ધ વિમાનો સંરક્ષણ મંત્રાલયને તા. ૩૧મી માર્ચ સુધીમાં આપવાનાં હતાં. એચ.એ.એલે તે સમય મર્યાદા બરોબર ધ્યાન રાખી છે.