વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે રાજ્યસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ વખતે કોંગ્રેસની આકરી ઝાટકણી કાઢી હતી. તેમણે કોંગ્રેસને કટોકટી, શીખ વિરોધી રમખાણો, કાશ્મીરી પંડિતોના પલાયન, દેશમાં જાતીવાદી રાજકારણ માટે જવાબદાર ઠેરવી હતી અને કહ્યું કે, લોકતંત્રને સૌથી મોટું જોખમ પરિવારવાદી પક્ષોથી છે. કોંગ્રેસ અત્યારે અર્બન નક્સલીઓના કબજામાં છે. તેમણે પંડિત નહેરુ પર પણ તેમની વૈશ્વિક ઈમેજ બચાવવા ગોવાને ૧૪ વર્ષ સુધી આઝાદ નહીં કરાવ્યાનો આક્ષેપ મૂક્યો હતો.
લોકસભા પછી મંગળવારે રાજ્યસભામાં વડાપ્રધાને અનેક ઘટનાઓનો ઉલ્લેખ કરીને કોંગ્રેસની આકરી ઝાટકણી કાઢી હતી. રાહુલ ગાંધીના 'ભારત રાષ્ટ્ર નથી. તે રાજ્યોનો સંઘ છે' તેવા નિવેદનના જવાબમાં વડાપ્રધાને સૂચન કર્યું કે કોંગ્રેસનું નામ ઈન્ડિયન નેશનલ કોંગ્રેસના બદલે ફેડરેશન ઓફ કોંગ્રેસ કરી દેવું જોઈએ. વડાપ્રધાન મોદીએ સરકારની વિવિધ સિદ્ધિઓનો વિસ્તારથી ઉલ્લેખ કર્યો હતો અને કોંગ્રેસ પર દેશના વિકાસમાં અવરોધો ઊભા કરવાનો પણ આક્ષેપ કર્યો હતો.