દેશમાં સિઝનલ ઈન્ફ્લુએન્ઝાના પેટા વાઈરસ એચ૩એન૨એ સરકાર અને લોકોની ચિંતા વધારી દીધી છે. દેશમાં છેલ્લા કેટલાક સમયમાં આ વાઈરસથી લોકોના બીમાર પડવાના કેસોમાં નોંધપાત્ર વધારો થયો હતો ત્યારે હવે એચ૩એન૨ વાઈરસે બે રાજ્યોમાં બે લોકોનો ભોગ લીધો હોવાના સમાચારે તંત્રને દોડતું કરી દીધું છે. દેશમાં આ વાઈરસથી છ લોકોના મોત થયા હોવાનો દાવો કરાઈ રહ્યો છે ત્યારે સરકારે કર્ણાટક અને હરિયાણામાં બેનાં મોતની પુષ્ટી કરી છે જ્યારે બાકીના ચારનાં મોતનું કારણ જાણવા માટે તપાસ ચાલી રહી છે. જોકે, સ્વાસ્થ્ય મંત્રાલયે દાવો કર્યો છે કે આ મહિનાના અંત સુધીમાં આ વાઈરસના કેસોમાં ઘટાડો આવશે.