શિવસેનાને કોંગ્રેસનું સત્તાવાર સમર્થન ન મળતાં હવે રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ NCPને સરકાર બનાવવા આમંત્રણ આપ્યું છે. જોકે રાજ્યપાલે NCPને 24 કલાકનો સમય આપ્યો છે. મહત્વનું છે કે અગાઉ NCPએ વિપક્ષમાં બેસવાની માંગ કરી હતી.
કોંગ્રેસ હજુ શિવસેનાને સમર્થન આપવામાં સમય લગાવી શકે છે. પાર્ટીના વરિષ્ઠ નેતા મુંબઇ જઇને NCP પ્રમુખ શરદ પવાર અને કોંગ્રેસના અન્ય નેતાઓ સાથે વાતચીત કરશે, ત્યારબાદ આગળ કોઇ નિર્ણય લેવામાં આવશે. આજે અંદાજિત 3 કલાક સુધી ચાલેલ કોંગ્રેસની બેઠકમાં સમર્થન પર કોઇ ઠોસ નિર્ણય લઇ શકાયો નથી. NCP વગર કોંગ્રેસ શિવસેનાને સમર્થન નહીં આપે કારણ કે સરકાર બનાવવાને લઇને શિવસેનાને કોંગ્રેસ અને NCP બંને પક્ષનું સમર્થન જરૂરી છે.