વડોદરામાં એરપોર્ટ સર્કલ પાસે ગટરનું પાણી ઉભરાઈ રહ્યું છે પરંતુ તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં આવ્યાં નથી. છેલ્લાં પાંચ કલાકથી વધુ સમયથી વડોદરા એરપોર્ટ સર્કલ નજીક ગટરનું પાણી રસ્તા પર ફરી વળ્યું છે. મળતી માહિતી અનુસાર તંત્રને જાણ કરાઈ હોવા છતાં ઉભરાતી ગટર રોકવા કે પાણી સફાઈનાં કોઈ પગલાં લેવાયાં નથી. ગટરના પાણીથી સમગ્ર વિસ્તારમાં દુર્ગંઘ ફેલાઈ છે.