સાઈબર સિટી ગુરુગ્રામમાં ફરીથી સાંપ્રદાયિક સૌહાર્દને બગાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. હરિયાણાના ગુરુગ્રામના ભોડકલાના અમુક અસામાજિક તત્વોએ મકાનમાં બનેલી મસ્જિદ પર હુમલો કરીને નમાઝીઓને માર માર્યો અને મસ્જિદમાં તોડફોડ કરી બાદમાં બહારથી તાળુ મારીને ફરાર થઈ ગયા છે. પોલીસે પીડિતોની ફરિયાદ પર રાજેશ ચૌહાણ, અનિલ સંજય વ્યાસ અને ગામના લગભગ ડઝન લોકો વિરુદ્ધ કેસ નોંધ્યો છે. બિલાસપુર સ્ટેશને કલમ 295A,323,506,147,148 હેઠળ કેસ નોંધી તપાસ શરૂ કરી છે.