મધ્યપ્રદેશ ના ગ્વાલિયર માં ગઈકાલથી શરૂ થયેલ ગુર્જર મહાકુંભ માં સામેલ થવા આવેલ હજારો લોકોની ભીડે કલેક્ટરથી લઈને શહરેના અનેક વિસ્તારોમાં તોફાન મચાવ્યું હોવાની ઘટના સામે આવી છે. ઉપદ્રવીઓએ કલેક્ટર, એસપી સહિત અનેક અધિકારીઓના વાહનોને નુકસાન પહોંચાડ્યું છે. ઉપરાંત શહેર બહાર હાઈવે પર પણ આવતા-જતા લોકોને અટકાવી વાહનો તોડ્યા... હાલ પોલીસે આ મામલે 20 લોકોની ધરપકડ કરી છે, ઉપરાંત 700 લોકો સામે એફઆઈઆર દાખલ કરી છે.