રાજસ્થાનમાં મોસ્ટ બેકવર્ડ ક્લાસ (એમબીસી) માટેની બેકલોગ ભરતી સહિત પોતાની અન્ય માગણી મુદ્દે ગુર્જરોએ ફરી આંદોલનનો માર્ગ અપનાવી લીધો છે. રવિવારે ભરતપુરના બાયના ખાતે કર્નલ કિરોડીસિંહ બૈંસલાના જૂથના લોકોએ પીલૂપુરા નજીક રેલવે ટ્રેક પર બેસીને ધરણા શરૂ કર્યા હતા. સોમવારે ચાર ટ્રેન રદ થઇ હતી અને ૬૦ ડાયવર્ટ કરાઈ હતી. તે ઉપરાંત ૨૨૦ બસોને દોડતી બંધ રાખવામાં આવી હતી. ભરતપુર, કરોલી, દૌસા, સવાઇમાધોપુર અને જયપુર જિલ્લાના સંખ્યાબંધ તાલુકામાં ઇન્ટરનેટ સેવા સ્થગિત છે. સંખ્યાબંધ જિલ્લામાં રાષ્ટ્રીય સુરક્ષા કાયદો અમલી કરી દેવામાં આવ્યો છે.