દક્ષિણ આફ્રિકામાં ભ્રષ્ટાચારના આરોપી ભારતીય ઉદ્યોગપતિ ગુપ્તા બ્રધર્સની સંયુક્ત આરબ અમીરાતમાં ધરપકડ કરવામાં આવી છે. દક્ષિણ આફ્રિકી સરકારે સોમવારે કહ્યું હતું કે, UAEમાં કાયદા અમલીકરણ અધિકારીઓએ ગુપ્તા પરિવારના રાજેશ ગુપ્તા અને અતુલ ગુપ્તાની ધરપકડ કરી છે. ઈન્ટરપોલે બંનેની સામે રેડ કોર્નર નોટિશ જાહેર કરી હતી. દક્ષિણ આફ્રિકાની સરકાર બંનેના પ્રત્યાર્પણ માટે પ્રયત્ન કરી રહી છે.
ગુપ્તા બ્રધર્સ લગભગ 24 વર્ષ પહેલા બિઝનેસની તકની શોધમાં સહારનપુરથી સાઉથ આફ્રિકા ગયા હતા. ત્યાં તેમનો બિઝનેસ એવો ફેલાયો કે, હવે તેઓ દેશના ટોપ ટેન ધનિક બિઝનેસ પરિવારમાં સામેલ થાય છે. પરંતુ તેમના પર હંમેશા ઝુમાની નજીક હોવાનો અને રાજકીય ફાયદાથી બિઝનેસમાં આગળ વધવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.