આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના ઘરે પારણુ બંધાયુ છે. આલિયા ભટ્ટે દીકરીને જન્મ આપ્યો છે. દીકરીના જન્મ સાથે જ કપૂર પરિવારમાં ખુશીનો માહોલ છે. જણાવી દઇએ કે વહેલી સવારે જ આલિયા ભટ્ટ પતિ રણબીર કપૂર સાથે મુંબઇની એચએન રિલાયન્સ હોસ્પિટલ પહોંચી હતી. જે બાદ આલિયા ભટ્ટની માતા સોની રાજદાની અને રણબીર કપૂરની માતા નીતૂ સિંહ પણ હોસ્પિટલ પહોંચી હતી.