ભારત-મ્યાનમાર સરહદ પારથી આવેલા ઉગ્રવાદી જૂથોએ આજે પ્રથમ અરુણાચલ પ્રદેશ અને ત્યારબાદ નાગાલેન્ડમાં અસમ રાઈફલ્સના જવાનો ઉપર ગોળીબાર કર્યો હતો. અરૂણાચલમાં આજે વહેલી સવારે તિરાપ ચાંગલાંગ વિસ્તારમાં આ ઘટના બની હતી. તે જ સમયે, નાગાલેન્ડમાં ડેન પંગ્શામાં પણ આવી ઘટના બની હતી. અરૂણાચલ પ્રદેશમાં થયેલા ગોળીબારમાં આસામરાઈફલ્સના એક JCO ઘાયલ થયા છે.
આસામના તેજપુર ખાતેના સંરક્ષણ જનસંપર્ક અધિકારીએ જણાવ્યું હતું કે, ગોળીબારમાં સેનાના એક JCOના હાથમાં સામાન્ય ઈજા થઈ હતી. હાલમાં કોઈ અન્ય પ્રકારના નુકસાનના અહેવાલ નથી.