ગુલાબ વાવાઝોડા ની અસરને પગલે રાજ્યના અનેક વિસ્તારોમાં બે દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં અતિવૃષ્ટિ જેવી સ્થિતિ ઊભી થઈ છે. જોકે, હવે ગુલાબ વાવાઝોડાની સિસ્ટમ નબળી પડી છે. હાલ આ સિસ્ટમ ગુજરાત પરથી પસાર થઈને અરબી સમુદ્રમાં સક્રિય છે. તેમજ વેલ માર્ક પ્રેશર ઊભું થયું હતું તે હવે ડિપ્રેશનમાં પરિવર્તિત થઈ ગયું છે. જેની અસરને પગલે આજે સૌરાષ્ટ્રના જામનગર, પોરબંદર, દેવભૂમિ દ્વારકા અને કચ્છમાં ભારેથી અતિભારે વરસાદ રહેશે. જ્યારે દીવ, આણંદ, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, રાજકોટ, જૂનાગઢ, મોરબી, ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.