મોડી રાત્રે કચ્છમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે. કચ્છના રાપર નજીક સવારે 3 કલાકે 3.4ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે. જો ભૂકંપના કેન્દ્રબિંદુની વાત કરીએ તો રાપરથી 26 કિમી વેસ્ટ નોર્થ વેસ્ટ પાસે નોધાયુ છે. ત્યારે મોડી રાત્રે ભર નિંદરમાં લોકોને ભૂકંપના આંચકાએ દોડતા કરી દીધા હતા.