ગુજરાતમાં વાહનચાલકોએ છેલ્લા પાંચ વર્ષમાં 278 કરોડ રુપિયા કરતાં વધુ રકમનો દંડ ટ્રાફિક પોલીસને ભર્યો. આ દંડની રકમ ભરવામાં સુરત અને અમદાવાદ મોખરે છે. બંને શહેરો 26 કરોડ રુપિયાનો દંડ ભરે છે. મજાની વાત એ છે કે છેલ્લા બે વર્ષમાં ડાંગમાં છેલ્લા બે વર્ષથી એક પણ રુપિયાનો દંડ વસુલાયો નથી.