કવિ અરદેસર ખબરદારની પેલી પંક્તિ યાદ છે? 'જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત'. આ કહેવત ફરી એકવાર સાર્થક થઇ છે. જોવા જઈએ તો દુનિયાના દરેક ખુણામાં ગુજરાતીઓ વસવાટ કરતા હોય છે પરંતુ ગુજરાતીઓ જ્યાં પણ રહે તે પોતાનું અને ગુજરાતનું નામ રોશન કરતાં હોય છે. અમેરિકામાં વધુ એક ગુજરાતીએ ડંકો વગાડ્યો છે. અમેરિકામાં રહેતા અને મૂળ ઉપલેટાના વતની નરેશભાઇ સોલંકી અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યના સેરોટીસ સિટીના મેયર બન્યા છે. નરેશભાઈ મેયર બનતા ઉપલેટા, સૌરાષ્ટ્ર અને દેશનું નામ રોશન કર્યું છે.
જણાવી દઈએ કે, વર્ષ 1988થી અમેરિકાના સેરોટીસ શહેરમાં રહેતા નરેશ સોલંકી વર્ષ 2015માં સેરોટીસ સિટી કાઉન્સીમાં પ્રથમવાર ચૂંટાયા હતા. ત્યારબાદ વર્ષ 2007થી 2015 સુધી તેમણે સેરોટીસ શહેરના પ્લાનિંગ કમિશનર તરીકે નિમણૂંક મેળવી હતી.
આ સિવાય નરેશ સોલંકી સાઉથ કેલિફોર્નિયામાં રિટેઇલ ગ્રોસરી સુપરમાર્કેટની કંપનીના CEO અને પ્રેસિડન્ટ પણ છે. નરેશ સોલંકીના પરિવારમાં પત્ની પ્રિતિ, બે બાળકો મેહુલ અને જય છે.