ગુજરાતી ફિલ્મ સંગીતમાં જે હવે ખૂટે છે તે તેનું ‘ગુજરાતીપણું’. કારણ કે બંગાળી ગીત આપણને બંગાળની ભાષા ન ખબર હોય તો પણ સાંભળીને ખબર પડે કે આ બંગાળનું છે અથવા બીજું કોઈ ગીત મહારાષ્ટ્રનું કે પંજાબનું છે. ગુજરાતી સંગીત કયુ? અવિનાશ વ્યાસે આ વિષે ખૂબ વિસ્તારથી ચર્ચા કરી હતી. આપણે ‘આપણાપણું’ જે છે, તે જાળવી શક્યા છીએ કે નહિ? ના જાળવી શકવાનું કારણ આપણે નકલ કરીને મેળવી લેવાની વૃત્તિવાળા માણસ છીએ. તમારે જો રહેમાનની કોપી કરવી હોય તો ગુજરાતીપણું ક્યાં રહ્યું? આપણા ગુજરાતીઓની જે માનસિકતા છે, તે વ્યાપારની છે. કોઈપણ હિસાબે વ્યાપાર કરીને ગુજરાતી ફિલ્મને ચલાવો. ઉપરાંત એવું પણ આવે છે કે, કોઈ કરતુ નથી તો આપણે તેવું કરીને શું કામ છે? અથવા તો તમે એકલા શું કરી શકવાના છો?
આપણને કોઈ કહે કે તે, જે તે મોલ જોયો? તો ન જોયો હોય તો અફસોસ થાય છે. પરંતુ, એ જ સ્થાને જો કોઈ પૂછે કે તે, ‘પિયાનિસ્ટ’ ફિલ્મ જોઈ. તો ન જોઈ હોય તો એટલો અફસોસ થતો નથી. આમ કલા પ્રત્યેની આપણી રૂચી ક્ષીણ થતી જાય છે.
એવું કયું તત્વ છે જે સાર્વત્રિક છે? એવી કઈ વસ્તુ છે જે લોકોને તેનું ‘ગુજરાતીપણું’ કે ‘મરાઠીપણું’ એનાયત કરે છે. તો તે છે તેમની ‘સંસ્કૃતિ’. આમ, સંગીત પણ જે તે સંસ્કૃતિ પ્રમાણે બદલાય છે. ઉત્તર ગુજરાતમાં આપણે બનાસકાંઠા કે સાબરકાંઠા તરફ જઈએ તો તેમના સંગીતમાં રાજસ્થાની સંગીતની છાંટ જોવા મળે છે. તે સાહજિક છે. કારણ કે તે પ્રદેશ રાજસ્થાનથી એટલો નજીક છે. આમ, “બાર ગાઉએ બોલી બદલાય”. તેમ ત્યાનું સંગીત પણ બદલાતું રહે છે. સંગીતનું કામ કવિતાને માત્ર પ્રસારવાનું જ નથી. આ જ રીતે કવિતાનું કામ માત્ર અઘરી વાતો જ કરવાનું નથી. નહિ તો ચં.ચી.મહેતા એવું ન લખી શક્યા હોત કે, “કલુડી કુતરીને આવ્યા ગલુડિયા, ચાર ધોરા ને ચાર કાબરીયા”. એવી જ રીતે એક ગીત હતું. “ધના ધતુડી પતુડી.....”. જે દિલીપ ધોળકિયાનું ગીત હતું.
“સાથીયા પુરાવો દ્વારે.....” ગરબો તેમજ “જશોદાના કાન.....” ગીત પણ દિલીપ ધોળકિયા દ્વારા ગવાયેલું ગીત છે. ત્યારબાદ, ‘સત્યવાન સાવિત્રી’ ફિલ્મમાં “એમ તો જવાય ના.....” ગીત લોકોની સરાહનાને પાત્ર બન્યું હતું. ‘કંકુ’ ફિલ્મનું ગીત “મુને અંધારા બોલાવે.....” ગુજરાતી ફિલ્મ સંગીતના ઉત્તમ ગીતોમાં સામેલ છે. તેના શબ્દો પણ ખૂબ સરસ છે. આ જ ફિલ્મનું ગીત “પગલું પગલામાં અટવાયું.....” ગીત પણ સરસ છે.
સૌરાષ્ટ્રના અમુક ક્ષેત્ર અને જુનાગઢ તેના મુસ્લિમ ઈતિહાસને કારણે. ત્યાના સંગીતમાં મુસ્લિમ સંગીતની છાંટ જોવા મળે છે. તે કારણે “નજરના જામ છલકાવીને ચાલ્યા ક્યાં તમે.....” ગીતમાં ઠુમરીનો અંદાઝ આવે છે.
“મારા તે ચિત્તનો ચોર રે મારો સાંવરિયો.....” તે ‘અખંડ સૌભાગ્યવતી’ ફિલ્મનું ગીત લોકપ્રિય થયેલું. આમાં સંગીત કલ્યાણજી આણંદજીએ આપ્યું હતું. તે ફિલ્મનું બીજું ગીત “તને સાચવે સીતા સતી..... અખંડ સૌભાગ્યવતી.....” ખૂબ પ્રચલિત બન્યું હતું. આ ગીતમાં શાસ્ત્રીય સંગીતનો સ્પર્શ થયો હતો.
“અતડા હોલે ને જરા, મોતીડા નહિ રે જડે.....” ગીત ‘કસુંબીનો રંગ’ નામની ફિલ્મનું છે. જે ગીત પણ ખૂબ લોકપ્રિય થયું હતું.
ત્યારબાદ, ગુજરાતી ફિલ્મ સંગીતના નામ સાથે જેનું નામ જોડવું હોય તો ન ભૂલી શકાય તેવા પુરુષોત્તમ ઉપાધ્યાયને યાદ કરવા પડે. તેમણે આશરે ૪૦ ફિલ્મોને સંગીત આપ્યું હતું. તેમનું ગીત “હરિ હળવેહળવે હંકારે.....” તે ‘લીલુડી ધરતી’ ફિલ્મનું છે. જે ખૂબ પસંદ કરવામાં આવ્યું હતું. પુરુષોત્તમ ઉપાધ્યાય એ સારંગ રાગ અને તેના નજીકના રાગોનો ઉપયોગ કરીને એક ગીત બનાવ્યું હતું. જે આજે પણ મોબાઈલના રીંગટોન તરીકે વપરાય છે. તે ગીત હતું, “માં એ ગરબો કોરાવ્યો ગગન ગોખમાં રે.....”. આ ગીતમાં તળ ગુજરાતી કરતા શાસ્ત્રીય સંગીતનો ઉપયોગ વધારે છે.
“કૃષ્ણ-સુદામાની જોડી.....” ગીત જે કાંતિ અશોકનું લખેલું છે. તે સંવાદ શૈલીમાં લખવામાં આવ્યું હતું. નીરુ મઝુમદારે ખૂબ ઓછું સંગીત આપ્યું. તેમનું ગીત “મારા સાયબાની પાઘડીએ લાગ્યો કોઈ જુદો રંગ......” જાણીતું થયેલું. “આ રંગ ભીના ભમરાને કહો ને કેમ કરીને ઉડાવું.....” ગીત રાજુલ મહેતાએ ગાયેલું અને નીનુ મઝુમદારે સંગીત આપેલું.
ત્યારબાદ આસિત દેસાઈની એક ફિલ્મ આવી. તે હતી ‘સમયની સંતાકુકડી’. તેનું સંગીત પ્રખ્યાત થયેલું. ‘રજત ધોળકિયા’ એ ‘હું હુંશી હુંશીલાલ’, ‘ધ ગુડ રોડ’, ‘ચિત્કાર’ વગેરે ફિલ્મનું સંગીત આપ્યું. ‘હું હુંશી હુંશીલાલ’ ના ગીત પરેશ નાયક દ્વારા લખાયેલા. આ ફિલ્મની અંદર ખૂબ કહેવાય તેવા ૨૦ ગીતો છે.
રજત ધોળકિયા જેઓ દિલીપ ધોળકિયાના પુત્ર છે. તેમણે પણ ગુજરાતી ફિલ્મોમાં સંગીત આપ્યું.
મહેશ-નરેશની જોડીએ ગુજરાતી ફિલ્મોમાં ઘણા ગીતો આપ્યા. “ઓરી આવે તો તને વાત કહું ખાનગી, કે તું ગરમ મસાલેદાર ખાટી મીઠી વાનગી.....” એ ગીત પણ લોકમુખે ચડી ગયું હતું. આમ, આવા સામાન્ય માનવીની બોલચાલની ભાષામાં થયેલા ગીતો ઘણા લોકપ્રિય થયેલા.
મુકેશ માવળંકરનું જાણીતું ગીત, તેમાં સંગીત પરેશભાઈએ આપેલું. તે “એકલ દોકલ વરસાદે એવી ભીંજાતી હું.....” હતું. આ સિવાય ‘તમે રે ચંપો ને અમે કેળ’, ‘વણઝારી વાવ’, ‘જોગ સંજોગ’, મેરૂ માલણ’ વગેરે જેવી જાણીતી ફિલ્મોમાં મહેશ નરેશનું સંગીત હતું.
મોહન બલસારા નામના એક વ્યક્તિએ ‘કુમકુમ પગલા’ ફિલ્મમાં સંગીત આપેલું. ‘કાશીનો દીકરો’ ફિલ્મમાં ક્ષેમુ દિવેટિયાના ગીતો હતા.
દરેક વસ્તુ પૈસાથી તોળતા ગુજરાતીઓને સંગીત અને કલાની વાત સમજાવવી અઘરી છે.બાકી આપણો ઈતિહાસ પુરવાર કરે છે કે ગુજરાતમાંથી જ ફિલ્મોનો ઉદભવ થયો. ગુજરાતના સંગીત બંગાળના સંગીતમાં કંઈ વધારે ફરક નથી. બંનેમાં ઘણી બધી સામ્યતાઓ છે. આમ, ગુજરાતીઓને આવડતું નથી, એવું નથી. પરંતુ, તે તરફની વૃત્તિ કેળવવાની જરૂર છે. રાજકોટના એવા પંકજ ભટ્ટ તરફથી ‘કેસર ચંદન’, ‘મોતી વેરાણા ચોકમાં’ વગેરે જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે.
ત્યારબાદ વડોદરાના શશાંક રજનીશ એ ગુજરાતી ફિલ્મોમાં સંગીત આપ્યું હતું. તે મૂળ મરાઠી હતા. તેમણે ૨ કે ૩ ફિલ્મો કરી. જેમાં એક ફિલ્મ ધ્યાનાકર્ષક હતી. તે મૂક ફિલ્મ હતી. ગુજરાતીની તે માત્ર એક જ પ્રાદેશિક મૂક ફિલ્મ છે. તેનું નામ ‘સાદ’ હતું. તેનું સંગીત તેમણે કરેલું. તે પર્યાવરણ પર આધારિત હતી. તેમાં આલાપ, કોરસ અને વાદ્ય સંગીત વાપરવામાં આવ્યું હતું.
વિક્રમ પાટીલ તરફથી પણ એક ફિલ્મ બની. ‘રૂમાલ મારો લેતા જજો’. મહેશ વિનોદ નામના પણ એક ગુજરાતી સંગીતકારનું નામ લેવું રહ્યું. જેમણે ગુજરાતી ફિલ્મ સંગીતમાં પોતાનું યોગદાન આપેલું.
મેહુલ સુરતીએ પણ અમુક ફિલ્મોમાં સંગીત આપ્યું. ‘નર્મદા તારા વહી જતા પાણી’, ‘કેવી રીતે જઈશ’ ‘પાસપોર્ટ’, મોન્ટુ ની બિટ્ટુ’ અને હવે રીલીઝ થશે ‘હેલ્લારો’.
ઘણીવાર એવા પ્રશ્નો પુછાય છે કે ફિલ્મોમાં સંગીત કેમ હોવું જોઈએ? આ સંગીતના પાછા બે ભાગ છે. આપણી ફિલ્મોમાં ગીતો એ એક અનિવાર્ય અંગ છે. આપણે ત્યાં કોઈ ફિલ્મ ગીતો વગર હોય તેવું ભાગ્યે જ બનતું હોય છે. એક કે બે ગીત હોય તો પણ આપણને તે ઓછા લાગે છે. અંગ્રેજી ફિલ્મોમાં ગીતો હોતા નથી. પરંતુ, ‘ટાઈટેનિક’ ફિલ્મમાં એક ગીત છે. તો તે ફિલ્મ ખૂબ જ પ્રભાવ પાડે છે. આમ તો અંગ્રેજી ફિલ્મો એક દોઢ કલાકની જ હોય છે. તે પણ એક કારણ હોય કે તેઓ ગીતો રાખીને લંબાઈ વધારવા ન માંગતા હોય અથવા તો આપણે ત્યાં ફિલ્મને ત્રણ કલાકની બનાવવા માટે શું તેમાં અડધા પોણા કલાકના ગીતો ઉમેરવામાં આવે છે? ના, ગીતો તેના પ્રભાવના કારણે ફિલ્મોમાં અસ્તિત્વ ધરાવે છે. આપણે ત્યાં લોક સંસ્કૃતિમાં પણ હાલરડાં થી લઈને મરસિયા સુધીના ગીતો છે. આમ, ફિલ્મો તે આ જ સંસ્કૃતિનું પ્રતિબિંબ પાડે છે અને ગીતોવાળી હોય છે.
મરાઠીમાં એક ફિલ્મ બની છે. ‘અનાહત’. તેનું દિગ્દર્શન અમોલ પાલેકર દ્વારા થયું છે. સંપૂર્ણ ફિલ્મમાં માત્ર એક જ વાદ્ય મારફતે સંગીત ઉભું કરવામાં આવ્યું છે. તે વાદ્ય ‘પખાવજ’ છે. તે ફિલ્મમાં આ વાદ્ય વગાડતા પણ બતાવવામાં આવે છે. આ સિવાય સંપૂર્ણ ફિલ્મમાં કોઈ સંગીત નથી.
આમ, જયારે પ્રશ્ન આવે છે કે ફિલ્મોમાં ગીતો કેમ લેવા જોઈએ ત્યારે તેનો જવાબ કરી શકાય કે, તે દ્વારા ફિલ્મનું પરિમાણ વધે છે. જેમ કે ઘણા લોકોને ‘થ્રી ડી’ ફિલ્મ એટલે શું તે પૂછવામાં આવે તો જવાબ મળે છે કે, ‘થ્રી ડી’ એટલે ચશ્માં પહેરીને જોવાનું હોય તેવી ફિલ્મ. આમ, તેમને ‘થ્રી ડાયમેન્શન’ ની ખબર જ હોતી નથી. તેવી જ રીતે ફિલ્મમાં સંગીત ઉમેરવાથી એક વધુ પરિમાણ ઉમેરાય છે. એ સહજ રીતે ખબર પડતી નથી. પણ, આપણા અચેતન મનને તે સીધી જ અસર કરે છે. તે ફિલ્મમાં મજા કે મનોરંજનનું વધારાનું તત્વ પણ ઉમેરે છે.
ગુજરાતી ફિલ્મોની એક સમસ્યા સિનેમાઘરોની પણ છે. આજે કોઈ ગુજરાતી ફિલ્મ બની હોય તો તેને બધા સિનેમાઘરો રીલીઝ કરતા નથી. “જંગલ મેં મોર આયા કિસને દેખા” જેવી વાત છે. પછી, તેઓ બળાપો કાઢે કે લોકો જોતા નથી અને લોકો કહે કે જોવા મળતી નથી. આજે હિન્દી ફિલ્મોમાં પણ એવું થાય છે કે એક ફિલ્મ ગમી હોય તો પણ તે અઠવાડિયામાં ઉતરીને જતી રહે છે. તેને બીજીવાર જોવાની તક મળતી નથી. પહેલા એવું હતું કે કોઈ ફિલ્મ ચાલતી હોય તો ચાલતી જ રહે. જેને કહી શકાતું હતું કે ત્રણ ચાર અઠવાડિયા ચાલી. દા.ત. ‘શોલે’ ફિલ્મ પચ્ચીસ અઠવાડિયા ચાલી. આવું આજે બનતું નથી. આવા સમયે કોઈ ગીત વગરની ફિલ્મનું ભવિષ્ય અંધારામાં જ હોય તો કોઈ નવાઈ નથી. ફિલ્મને સિનેમાઘરમાં કેટલો સમય ચલાવી તે કલાકાર ન હોય તેવા માણસો નક્કી કરતા હોય છે. સામાન્ય માણસને તો ખબર જ ન હોય કે તેમનું શું છીનવાઈ ગયું. દા.ત. કોઈ એકદમ નાના બાળકની માં ગુજરી જાય અને તેને ખબર જ ન હોય કે માં ગુજરી ગઈ એટલે શું થયું. તે જ રીતે આપણી પાસેથી આપણી જ સંસ્કૃતિ, આપણી જ ફિલ્મ અને આપણું જ સંગીત ઝૂંટવાઈ ગયું અને આપણને ખબર જ ના પડી. બધાની સાથે હરીફાઈમાં ઉતારવાની લાયમાં ને લાયમાં આપણે વિશિષ્ટતા ગુમાવી બેઠા. જયારે ભાષા જ આપણી પાસે રહી નહિ ત્યારે આપણી સભ્યતા જતી રહી. આવા સમયે આપણે ગીત વગાડીએ કે, “ડેલીએથી પાછા વળજો ઓ શ્યામ.....” તો આજની પેઢીને ‘ડેલી’ શું તે જ ખબર ન હોય. તેમને ‘Daily’ શું તે ખબર હોય પણ ‘ડેલી’ શબ્દ ન આવડે.
‘કાશીનો દીકરો’ ફિલ્મનું “ગોરમાને પાંચે આંગળીએ પૂજ્યા, છતાં નાગલા ઓછા પડ્યા રે લોલ.....” ગીત લોકોને ખૂબ ગમ્યું. તેનું સ્વરાંકન વિશિષ્ટ છે. “મારી આંખે કંકુના સુરજ આથમ્યા.....” ગીત સરસ છે. “કેવા રે મળેલા મનના મેળ.....” ગીત પણ ઉલ્લેખનીય છે. “જીણા જીણા રે આંખેથી અમને ચાહ્યા.....” ગીત પણ આ ફિલ્મમાં સરસ છે.
ગીતોનો ફિલ્મ સાથે મેળ ત્યારે ખાય જયારે તે જે તે દ્રશ્ય સાથે તે તાદાત્મ્યતા બેસાડી શકે અથવા તો બંધબેસતું હોવું જોઈએ. બાકી કોઈ ગીત મારી મચડીને કોઈપણ દ્રશ્ય સાથે જોડી દેવું, તે જરૂરી નથી.
સીને રિપોર્ટર ગજ્જર નીલેશ