મોરારિબાપુએ મહુવામાં ચાલતી માનસ કથામાં માતૃભાષાનો મહિમા ગાતા કહ્યું, ગુજરાતી ભાષા એ આપણો ધર્મ છે અને તમે તેને જીવંત રાખજો. ઘરમાં સૌ ગુજરાતીમાં જ વાતો કરજો. ભલે અંગ્રેજી ભાષા શીખો પણ માતૃભાષા એ તો ધર્મ છે. હિન્દી ભાષા એ આપણો અર્થ છે. અંગ્રેજી ભાષા એ કામ છે અને સંસ્કૃત ભાષા આપણો મોક્ષ છે.