ગીર સોમનાથ જિલ્લાના સરખડી ગામની ચેતના વાળા ભારતીય મહિલા વોલીબોલ ટીમની કેપ્ટન બની. ચેતના વાળાના સુકાનીપદ હેઠળ ભારતીય ટીમ ચીનમાં બ્રિક્સ ગેમ્સમાં ભાગ લેશે. ચેતનાની બહેન કિંજલ વાળાની પણ ટીમમાં પસંદગી થઈ હતી, પણ પગમાં ઈજાના કારણે તે ટુર્નામેન્ટમાં ભાગ લઈ શકશે નહીં. ઉલ્લેખનીય છે કે સરખડીએ દેશને અનેક આંતરરાષ્ટ્રીય મહિલા વોલીબોલ ખેલાડીઓ આપ્યા છે.