જખૌના દરિયામાંથી ગીર સોમનાથનાં કોટડા ગામના દેવા રામા બારૈયા નામના માછીમારને પાકિસ્તાન મરીને પકડીને લાડી જેલમાં બંધ કર્યા હતા. આ જેલમાં બંધ અન્ય માછીમાર ચાવડા દેવજી રાજાભાઈએ કોટડા પત્ર લખી જાણ કરી છે કે, 'કોટડા ગામના દેવા રામા બારિયા જે અમારી સાથે લાડી જેલમાં હતા, જેનું અહીં મોત થયું છે.' ડેડબોડી હજુ પાકિસ્તાનમાં છે.સમગ્ર બાબત અંગે સરકાર અજાણ છે.