મોટાભાગે હિન્દી ફિલ્મોની પાયરસી થતી હોય છે પરંતુ પહેલી વખત એવું બન્યું છે કે કોઈ ગુજરાતી ફિલ્મ ઓનલાઈન લીક થઈ ગઈ હતી. સિદ્ધાર્થ રાંદેરિયાની ગુજરાતી ફિલ્મ ગુજજુભાઈ મોસ્ટ વોન્ટેડ મલ્ટીપ્લેક્સિસમાં રીલિઝ થઈ તે સાથે જ ઓનલાઈન લીક થઈ હતી. જાણીતી વીડિયો શેરીંગ વેબસાઈટ પર ફિલ્મ મુકાઈ ગઈ હતી. ફિલ્મના નિર્માતાઓએ તાત્કાલિક પગલાં લેવા કાર્યવાહી હાથ ધરી હતી.