ગુજરાતમાં ફિલ્મોની શૂટિંગ માટેના લોકેશન્સ વિકસાવવામાં આવે તેવી લાગણી ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા સૂત્રોએ વ્યક્ત કરી છે. અગાઉની તુલનામાં હવે ગુજરાતી ફિલ્મો વધારે જોવાઈ રહી છે. શહેરો અને ગામડાંઓમાં પણ હવે ગુજરાતી ફિલ્મોને સારો આવકાર મળી રહ્યો છે. તેવા સમયે સરકાર તરફથી પણ પ્રોત્સાહન મળવું જોઇએ તેવી લાગણી વ્યક્ત થઈ છે.