ગુજરાતી ફિલ્મો હવે દરિયાપાર પણ પહોંચી છે. કઠપૂતળી કળાને કેન્દ્રસ્થાને લઇને બનેલી અદિતી ઠાકોરની ગુજરાતી ફિલ્મ ‘ભંવર’નું પ્રીમિયર અમેરિકાના એટલાન્ટામાં 22 એપ્રિલે થશે. ફિલ્મમાં નીલ ભટ્ટ અને તારીકા ત્રિપાઠી લીડ રોલમાં જોવા મળશે. ફિલ્મમાં કઠપૂતળીની કલા બતાવનાર ગામડાંથી પોતાનાં સપનાં પૂરાં કરવા શહેરમાં આવે છે ત્યારે શું થાય છે તેની વાત છે.