નર્મદા જિલ્લાનાં સમારીયા ગામનાં ખેડૂત ઉપેન્દ્રસિંહે પોતાના ખેતરમાં ફૂલોનું સુંદર વાવેતર કર્યું છે. ખેતરમાં પીળા ફૂલોની વચ્ચે લાલ ગલગોટાઓ દ્વારા ‘મોદી’ લખવામાં આવ્યું છે. ખેતરનો આ અદભુત નજારો ડ્રોન દ્વારા લેવામાં આવેલી તસવીરોમાં જોઇ શકાય છે. આ પહેલા ઉપેન્દ્રસિંહએ પપૈયાની ખેતી કરી હતી, પરંતુ તેમાં યોગ્ય વળતર ના મળતા તેમણે ફૂલોનું વાવેતર કર્યું છે.
ઉપેન્દ્રસિંહે પોતાના એક ખેતરમાં 22 હજાર રૂપિયાનો અને બીજા ખેતરમાં 33 હજાર રૂપિયાનો ખર્ચ કરીને ગલગોટાનું વાવેતર કર્યું છે. તેઓ આ ખેતરમાંથી રોજનાં 20 કિલો ફૂલ મેળવે છે. રોજનાં 7 હજાર રૂપિયાનાં ફૂલો ઉતારે છે અને 4 મહિનામાં તેમને 3 લાખનું વળતર મળ્યું છે.