મૂળ પોરબંદરના અને છેલ્લા ઘણા વર્ષોથી આફ્રિકામાં સ્થાયી થયેલા બિઝનેસમેન રિઝવાન આડતિયાનું 30 એપ્રિલના દિવસે આફ્રિકાના માપાટુ ખાતેથી અપહરણ થયું હતું. આ ઘટનાને પગલે બિઝનેસ જગતમાં ભારે ચર્ચા જગાવી હતી. ત્યારે આજે 19 દિવસ બાદ અપહરણકારો પાસેથી તેમનો છૂટકારો થયો છે. પોતાની સેવાકીય પ્રવૃતિ માટે જાણીતા રિઝવાન પોતાની ગાડી લઈને જઈ રહ્યા હતા ત્યારે આ ઘટના સર્જાઈ હતી. તેમની કાર જંગલ વિસ્તારમાંથી રેઢી મળી આવી હતી. જોકે તેમનો છુટકારો થતાં પરિવારજનોમાં ખુશીની લાગણી વ્યાપી ગઈ છે. અને પોલીસે આ અંગે વધુ તપાસ શરૂ કરી છે.