અમેરિકામાં લાખો ગુજરાતીઓ વસવાટ કરે છે. ત્યારે 33 વર્ષનો ગુજરાતી યુવક એફબીઆઈની યાદીમાં મોસ્ટ વોન્ટેડ છે. તેણે પત્નીની નિર્મમ હત્યા કરી હતી. અમેરિકાના ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશનએ ગુજરાતી મૂળના ભદ્રેશકુમાર ચેતનભાઇ પટેલની માહિતી આપનારને 2,50,000 ડોલર એટલે કે, બે કરોડથી વધારે રૂપિયાના ઇનામની જાહેરાત કરી છે.
ઉલ્લેખનીય છે કે, આ વ્યક્તિ એફબીઆઈની 2017મા જાહેર કરાયેલી 10 મોસ્ટ વોન્ટેડ યાદીમાંથી એક છે. જે હજી સુધી ઝડપાયો નથી.
એફબીઆઈએ ફરીથી આના નામ સાથે પહેલા કરતા વધારે ઇનામની રકમની જાહેરાત કરી છે. ભદ્રેશકુમારે વર્ષ 2015માં પોતાની પત્નીની નિર્મમ હત્યા કરી હતી. ત્યારથી તે ફરાર છે. જે કોઇના હાથમાં નથી આવ્યો.
આ અંગે FBIએ જણાવ્યુ છે કે જો, આ વ્યક્તિ અંગે જાણ હોય કે પછી તેમને ખબર છે કે તે કયાં રહે છે તો તેઓ એજન્સી કે નજીકના અમેરિકન એમ્બસી સાથે સંપર્ક કરે.