રાજકોટના જેતપુર તાલુકાના સાંકળી ગામ ખાતે ત્રિવિધ કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જાહેરાત કરી હતી કે જામનગર જિલ્લાના જોડીયા ખાતે ખારા પાણીને મીઠું પાણી બનાવવાનો 100 MLD ક્ષમતાવાળો વોટરલ ડિસેલીનેશન પ્લાન્ટ કાર્યરત કરવામાં આવશે. ગુજરાત સરકાર ખેડૂતોના પડખે છે તેવી હૈયાધારણા પાઠવતા તેમણે કહ્યું કે, ખેડૂતોને સરકાર તરફથી જરૂરી પાણી આપવામાં આવશે.