પરીક્ષાના પેપરો કદી પણ લીક ન થઈ શકે એવી ફુલપ્રુફ સિસ્ટમ ગુજરાતમાં વિકસાવવામાં આવશે, એમ રાજ્યના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું હતું. ઈસરો સામે શિવાનંદ આશ્રમમાં યોજવામાં આવેલી બે-દિવસીય હેકાથોનના ઉદઘાટન સમારોહમાં તેઓ બોલી રહ્યા હતા. આ પ્રસંગે હાજર સ્વામી અધ્યાત્મનાનંદ મહારાજે હેકાથોનને ટેકનિકલ કુંભમેળા તરીકે ગણાવ્યો હતો.