ગુજરાતના પાણી પુરવઠામંત્રી પરબતભાઈ પટેલે આજે ઉત્તર ગુજરાતની મુલાકાત લીધી હતી. તેમણે બનાસકાંઠામાં ચાલી રહેલા જળ સંચય અભિયાન કામગીરીની સ્થળ મુલાકાત લઇને કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે થરાદ તાલુકાના કરણપુરા અને ધાનેરા તાલુકાના કુમર ગામમાં ચાલી રહેલી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું.